Top
વિકલાંગ કલ્યાણ યોજના


ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS) અને સંત સુરદાસ યોજના (તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
 
તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્‍યકિતને આર્થિક સહાય આપવા માટેની સંત સુરદાસ યોજના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃઅપગ/ ૧૦ર૦૦૦ /ન.બા.૪/છ, તા.રર-૯-ર૦૦૦, થી અમલમાં આવેલ છે.
 
વિકલાંગ વ્‍યકિતઓનો સર્વાગી વિકાસ થાય તે માટે ભારત સરકારે અપંગ વ્‍યકિત (સમાન તક, હકક રક્ષણ અને સંપૂર્ણ સહયોગ) અધિનિયમ-૧૯૯પ, તા.૭-ર-૯૬ થી અમલમાં મુકેલ છે.આ ધારાની કલમ-૬૬ (૧) માં રાજય સરકારની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં તમામ વિકલાંગ વ્‍યકિતઓનું પુનઃવસવાટ હાથ ધરશે અથવા હાથ ધરાવશે તેવી જોગવાઇ છે.હાલમાં રાજય સરકાર ધ્‍વારા આ યોજના હેઠળ ૪પ વર્ષ કરતા ઓછી વય જુથની ૭પ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓને અથવા તો જે કૃત્રિમ અંગોથી પણ સ્‍વતંત્ર રીતે હલનચલન કે હરીફરી શકતા નથી, તેમને આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો.
 
ત્‍યાર બાદ આ યોજના સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૯/ર૧૬/છ.૧, તા.૩૧-૭-ર૦૦૯, થી સંત સુરદાસ સહાય યોજનાને સંકલિત કરી "ઇન્‍દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્‍શન સ્‍કીમ અને સંત સુરદાસ યોજના" કરવામાં આવેલ છે. જેમાં ૮૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી અને ૦ થી ૧૭ વર્ષથી નીચેની વય જુથની વ્‍યકિતઓને માસિક રુ.ર૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે અને ૧૮ થી ૬૪ વર્ષની વય જુથના અને ૮૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્‍યકિતઓને માસિક રુ.૪૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. જેમાં ૦ થી ૧૭ ના લાભાર્થીને માસિક રુ.ર૦૦/- રાજય સરકાર ચુકવે છે અને ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતા લાભાર્થીને રુ.૪૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે, જે પૈકી રુ.ર૦૦/- રાજય સરકાર અને રુ.ર૦૦/- કેન્‍દ્ર સરકાર ભોગવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર ના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૯ /ર૧૬/છ-૧, તા.ર૭-૧ર-ર૦૧૩ થી બી.પી.એલ. યાદીમાં નામ ધરાવતા વિકલાંગોને માસિક સહાય રુ.ર૦૦/- ની સહાય જે કેન્દ્ર સરકાર ભોગવે છે, તે વધારી રુ.૩૦૦/- માસિક સહાય તથા વય મર્યાદા ૧૮ થી ૭૯ વર્ષ કરવામાં આવેલ છે.
 
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક. અપગ/૧૦ર૦૧૩/ ૮૬૭૧૭૯/ન.બા.૧ર થી૧૪/છ-૧, તા.૩૧-૭-ર૦૧૪, થી રાજયના ૦ થી ૧૭ વર્ષની વય ધરાવતા વિકલાંગોને રાજય સરકાર ધ્વારા રુ.ર૦૦/- ની સહાય વધારી રુ.૪૦૦/- કરવામાં આવેલ છે તથા ૧૮ થી ૭૯ વર્ષના લાભાર્થીઓને ભારત સરકાર ધ્વારા રુ.૩૦૦/- ની સહાય આપવામાં આવે છે.તેમાં હવે રાજય સરકારની સહાય ની રકમમાં રુ.૧૦૦/- નો વધારો કરીને રુ.૩૦૦/- કરવામાં આવેલ છે. (રાજય સરકારના રુ.૩૦૦/- + ભારત સરકારના રુ.૩૦૦/-) આમ, કુલ સહાય રુ.૬૦૦/- કરવામાં આવેલ છે.
 
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક. અપગ/૧૦ર૦૧૭/૫૮૪૫૯૬/છ-૧, તા. ૬-૧૦-ર૦૧૭, થી બી.પી.એલ. ગુણાંક ૦-ર૦ કરવામાં આવેલ છે.
 
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક. અપગ/૧૦ર૦૧૬/ ૬૯૯૫૯૧ /ન.બા.૧ /છ-૧, તા. ૧-૪-ર૦૧૭ થી રાજયના ૦ થી ૬૪ વર્ષની વય તથા ૭૫ ટકા વિકલાંગતા ધરાવતા વિકલાંગોની સહાય રાજય સરકાર ધ્વારા રુ.૪૦૦/- ની સહાય વધારી રુ.૬૦૦/- કરવામાં આવેલ છે
 
આ યોજના હેઠળ અરજદારનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્‍ટ થયેલ હોય તેવા વિકલાંગોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તેમજ આ સહાય મેળવતી વિકલાંગ વ્‍યકિતઓને સરકારશ્રી તરફથી નિયમોનુસાર મળતી અન્‍ય સહાય પણ મળી શકશે. રાજય સરકાર તરફથી આપવામાં આવતુ વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતો હોવો જોઇએ.
 
આ યોજનાના અમલીકરણથી વિકલાંગો આર્થિક રીતે સ્‍વનિર્ભરતાનું ગોરવ અનુભવી શકે છે, તે સાથે તેમના કુટુંબીજનને તેઓની પાછળ થતા ખર્ચમાં રાહત થયેલ છે.