Top
વિકલાંગ કલ્યાણ યોજનાવિકલાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના
વિકલાંગ વ્‍યકિતઓને અભ્‍યાસ, સારવાર, નોકરી ધંધાના સ્‍થળે જવા આવવા અને અન્‍ય સામાજિક કારણસર ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમની બસમાં પ્રવાસ ભાડામાં રાહત આપવાની યોજના સમાજ કલ્‍યાણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦૯૦/ન-૮/છ, તા.૪-૭-૧૯૯૧ થી તેમજ મંદબુધ્‍ધિવાળી અને બહેરી મુંગી વ્‍યકિતઓને સમાજ કલ્‍યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ-૧૦૯૧/મુ.મ.-૪૧/છ, તા.૧૮-૧-૯ર થી અમલમાં આવેલ છે.
 
આ યોજના અંતર્ગત યોજનાની શરુઆતમાં કુપનબુક જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ધ્‍વારા ઇશ્‍યુ કરવામાં આવતી, તે આધારે વિકલાંગ વ્‍યકિતઓ એસ.ટી. નિગમની બસમાં વિનામૂલ્‍યે મુસાફરી કરતા હતા.મુસાફરીમાં કુપનનો ઉપયોગ કરવાની પ્રક્રિયામાં વિકલાંગો મુશ્‍કેલી અનુભવતા, આ યોજનામાં ફેરફાર કરી ઓળખકાર્ડ ઉપર મુસાફરી કરવા વ્‍યવસ્‍થા કરવામાં આવી.ત્‍યારબાદ ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંકઃઅપગ-૧૦૯૬-ર૭૯-છ, તા.૧-૦૭-૯૮ થી લેમીનેટ ઓળખકાર્ડ ઉપર મુસાફરી કરવા કાયમી ઓળખકાર્ડ આપવાની યોજના અમલમાં આવી.વિકલાંગોને એસ.ટી. માં વિકલાંગ ઓળખકાર્ડના આધારે મફત મુસાફરીનો લાભ નીચેના લાભાર્થીઓને આપવામાં આવે છે.
 
  • અંધજન તથા તેની સાથે રાખવામાં આવતા સહાયકને સંપૂર્ણપણે મફત મુસાફરી.
  • બહેરી મુંગી વ્‍યકિતઓને સંપૂર્ણપણે મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.
  • ૪૦ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતી વિકલાંગ વ્‍યકિતઓને સંપૂર્ણપણે મફત મુસાફરી કરવા દેવામાં આવે છે.પરંતુ ૭પ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતી વિકલાંગ વ્‍યકિતઓના કિસ્‍સામાં તેના સાથીદારને પ્રવાસભાડામાં પ૦ ટકા રાહત આપવામાં આવે છે.
  • ૭૦ કે તેથી ઓછો બુધ્‍ધિઆંક ધરાવતી મંદબુધ્‍ધિવાળી વ્‍યકિતઓને સંપૂર્ણપણે મફત મુસાફરી તથા તેમના અનુરક્ષકને પ્રવાસભાડામાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવે છે.
  • ગુજરાત રાજયમાં રહેતા હોય તેવી અપંગ વ્‍યકિતઓને જ આ યોજનાનો લાભ મળી શકશે.
  • ગુજરાત રાજય બહારની મુસાફરી માટે પ્રવાસ ભાડામાં કોઇ રાહત મળવાપાત્ર થશે નહીં. વિકલાંગો માટે લેમીનેટેડ ઓળખકાર્ડ અંગેની યોજના તા.૧-૪-૧૯૯૮ થી અમલમાં આવેલ છે.
 
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ-૧૦ર૦૦૩-૧૬૬-છ૧, તા.રપ-પ-ર૦૦પ થી વિકલાંગોને એસ.ટી.માં મફત મુસાફરીનો લાભ રુ.પપ,૦૦૦/- સુધીની વાર્ષિક આવક નકકી કરવામાં આવી.ત્‍યારબાદ સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ-૧૦ર૦૦૩-૧૬૬-છ.૧, તા.૧૭-૩-ર૦૦૭ થી સર્વે વિકલાંગો માટે સમાન ધોરણે રુ.૧,૦૦,૦૦૦/- આવક મર્યાદા નકકી કરવામાં આવી.
 
વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજનામાં સુધારો થતા સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ-૧૦ર૦૦૩-૧૬૬-છ.૧, તા.૨૦-૬-૦૭ થી સર્વે પ્રકારના વિકલાંગો માટે રુ.ર,પ૦,૦૦૦/- આવક મર્યાદા નકકી કરવામાં આવેલ છે.
 
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ અપગ-૧૦ર૦૦૩-૧૬૬-છ.૧, તા.૨૧-૪-૨૦૧૬ થી સર્વે પ્રકારના વિકલાંગો માટે આવક મર્યાદા દૂર કરવામાં આવેલ છે.