Top
વિકલાંગ કલ્યાણ યોજનાવિકલાંગ વિઘાર્થીઓને વિકલાંગ શિષ્યવૃતિ આપવાની યોજના
હેતુ
આર્થિક રીતે નબળા વાલીઓ ના વિકલાંગ બાળકોને શિક્ષણ આપવાના હેતુ સબબ -શૈક્ષણિક સાધનો ખરીદ કરવા તથા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા સારું અને શિક્ષણ ખર્ચમાં કેટલેક અંશે હળવાસ ઉભીકરવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
(૧) વિકલાંગ શિષ્યવૃતિ મેળવવાની પાત્રતા :
  • અભ્યાસ કરતાં વિકલાંગ / વિઘાર્થીની વિકલાંગ ટકાવારી ૪૦  % થી ઓછી હોવી ન જોઈએ.
  • છેલ્લી વાર્ષિક પરિક્ષા ઓછામાં ઓછા ૪૦  % ગુણથી ઉતિર્ણ હોવા જોઈએ
  • જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
  • ધોરણ-૧ થી ધોરણ-૭ માં અભ્યાસ કરતા વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૫૦,૦૦૦/- થી વધુ ન હોય
  • ધોરણ-૮ કે તેથી ઉપર અભ્યાસ કરતાં વિકલાંગ વિઘાર્થીઓના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૫૦,૦૦૦/- થી વધુ ન હોય. વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
(૨) વિકલાંગ શિષ્યવૃતિ શું મળે?
  • ધોરણ-૧ થી ધોરણ-૭ સુધીમાં ભણતા વિકલાંગ વિઘાર્થીને વાર્ષિક રૂ.૧,૦૦૦/-.
  • ધોરણ-૮ કે તેથી વધુ અભ્યાસ કરતાં વિકલાંગ વિઘાર્થીને રૂ.૧,૫૦૦/- કે તેથી વધુમાં વધુ રૂ.૫,૦૦૦/- સુધી
  • વિકલાંગ શિષ્યવૃતિ જે તે પ્રાથમિક શાળાને તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિષ્યવૃતિ મોકલવામાં આવે છે.
  • ધો.૮ થી ઉપરના અભ્યાસ કરતા વિદ્યાર્થીની શાળા, કોલેજના આચાર્યશ્રી ને શિષ્યવૃત્તિ મોકલવામાં આવે છે.
(૩) વિકલાંગ શિષ્યવૃતિના અરજીપત્રકો મેળવવા અંગે.
  • દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં ૧૫ મી જૂન થી ૩૧ મી ઓગષ્ટ સુધી મળવા પાત્ર છે. અને સંપુર્ણ રીતે ભરીને પરત ઓગષ્ટના અંત સુધીમાં કરવાના હોય છે.
  • અરજીપત્રકો શાળા, સ્કુલ કે કોલેજ દ્વારા લખાણ આપવાથી - રીન્યુએલ ફોર્મ કે ફ્રેશ ફોર્મ આપવામાં આવે છે.
  • અરજીપત્રકો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિના મૂલ્યે મળે છે.
  • સમય મર્યાદામાં નિયત ફોર્મ ભરાવીને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાની જવાબદારી સંબંધિત શાળા-કોલેજના આચાર્યશ્રી ની રહે છે.
(૪) વિકલાંગ શિષ્યવૃતિ અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવા :
  • વિકલાંગ વિઘાર્થીનું વિકલાંગ ઓળખકાર્ડ તથા જે તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર.
  • વાલીના વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો દાખલો.
  • ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ.
  • અરજીપત્રકો જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે મોકલવાના હોય છે.
  • વિઘાર્થીની એસ.સી., એસ.ટી., બક્ષીપંચ કે સામાન્ય અલગ અલગ પત્રક સાથે અરજીપત્રકો મોકલાવા.
(૫) વિકલાંગ શિષ્યવૃતિ કયારે મળવા પાત્ર થતી નથી?
  • વિકલાંગ વિઘાર્થી શાળા, સ્કૂલ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય ત્યારે.
  • અભ્યાસ છોડી દેવાથી.
  • વિઘાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી.
  • પછાત વર્ગ કે આદિજાતિની શિષ્યવૃતિ મેળવતા હોય તો.
  • ૪૦% કરતા ઓછી અપંગતા હોવાથી
  • ૪૦% કરતા ઓછા માર્ક હોવાથી
  • રૂ. ૫૦,૦૦૦/- કરતા વધુ આવક હોવાથી
  • શિષ્યવૃતિ મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને સોંપવામાં આવી છે.