Top
વિકલાંગ કલ્યાણ યોજના



વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના
વિકલાંગોને સાધન સહાય આપવાની યોજના ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંકઃઇડીબી/૧૦૬૯/ર૧પ૬૦/છ, તા.૧૦-૪-૭૦ થી અમલમાં આવેલ છે.
 
૪૦ ટકા કરતા વધુ અપંગતા ધરાવતા વ્‍યકિતઓ અને પ થી પ૦ વર્ષની વયના અસ્‍થિવિષયક, દ્રષ્‍ટિમંદ તથા શ્રવણમંદ વ્‍યકિતઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે હેતુથી અથવા પુનઃસ્‍થાપનના હેતુથી (વિકલાંગ) વ્‍યકિતને સ્‍વરોજગારી માટે કપડા રીપેરીંગ/ શીવણકામ, દરજીકામ-મોટરવગર, એમ્‍બ્રોયડરી કામ, ધોબીકામ/ ઈસ્‍ત્રીકામ, ભરતકામ, સાવરણી સુપડા અને ટોપલી બનાવનાર, બ્‍યુટી પાર્લર, પાપડ ઉધોગ, શાકભાજી- ફળ વેચનાર, કાપડ ફેરી હાથલારી ધ્‍વારા, કટલરી-હોઝીયરી હાથલારી ધ્‍વારા વેચનાર, કટલરી-હોઝીયરી સાયકલ ધ્‍વારા વેચનાર, મીઠુ-ગોળ કરીયાણા વેચનાર, લારી ખેંચનાર, ઇંડાની લારી, વિવિધ વસ્‍તુઓની ફેરી માટેની ટુલકીટસ, સાયકલ ધ્‍વારા કાપડ ફેરી, ફીશ વેચનાર, માછલી પકડવી, આઇસકેન્‍ડી ફેરી, સાયકલ રીપેરીંગ (સાયકલ વગર) સાયકી રીપેરીંગ (સાયકલ સાથે), વાયરમેન, પ્‍લમ્‍બીંગ કામ, કડીયા કામ, ઇલેકટ્રોનીકસ વસ્‍તુઓનું રીપેરીંગ કામ, પેઇન્‍ટીંગ/રંગકામ/સાઇન બોર્ડ, મોચી કામ, ઓટો રીપેરીંગ, હેન્‍ડ પંપ રીપેરીંગ, ચાના સાધનો, દુધ- દહીં વેચાણ, ઠંડા પીણા વેચાણ, કેટરર્સ (રસોઇ કામ), પાન-બીડીનું વેચાણ, વાળંદ કામ, ઢોલ- ત્રાસાના સાધનો, લાઇટ ડેકોરેટર, લુહારી કામ, સુથારી કામ, નેતર વાંસકામ, સાયકલ, કોમ્‍પ્‍યુટર રીપેરીંગ તેમજ વિકલાંગોને વિકલાંગતામાં મદદરુપ થાય તે માટે ટા્યસીકલ, ફોલ્‍ડીંગ વ્‍હીલચેર, એલ્‍યુમીલીયમની કાંખ ધોડી, કેલીપર્સ, બહેરી મુંગી વ્‍યકિતને હીયરીંગ એઇડ તેમજ અન્‍ય સાધન સહાય, અંધ વ્‍યકિત માટે સંગીતના સાધનો, ફોલ્‍ડિંગ સ્‍ટીક, બ્રેઇલ કીટ, મંદબુધ્‍ધિની વ્‍યકિત માટે એમ.આર. ચાઈલ્‍ડ કીટ. માટે સરકારશ્રીએ નકકી કરેલ કિંમત રુ.૬,૦૦૦/- ની મર્યાદામાં સાધન સહાય મંજુર કરવામાં આવે છે.આ સહાય વાર્ષિક રુ.રપ,૦૦૦/- ની આવક ધરાવતી વિકલાંગ વ્‍યકિતઓને મળવાપાત્ર છે.
 
જેના ધ્‍વારા વિકલાંગ વ્‍યકિતઓ રોજીંદા જીવનમાં સ્‍વતંત્ર રીતે હરીફરી શકે વિધાર્થીઓ શાળાએ જઇ શકે તેમજ પુખ્‍ત વ્‍યકિતઓ પોતાના સ્‍વરોજગાર સરળતાથી જીવન નિર્વાહ ચલાવી શકે છે.
 
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૮/ન.બા.૬/છ-૧, તા.૩૧-૩-ર૦૦૮ થી વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરી રુ.૨પ,૦૦૦/- કરવામાં આવેલ છે.
 
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૦૮/ન.બા.૬/છ-૧, તા.૨૭-૮-ર૦૦૮ થી ૧થી ૧૬ ઉપરાંત ચાર સાધનોનો ઉમેરો કરવામાં આવેલ છે.
 
વિકલાંગ સાધન સહાયની યોજનામાં ઉધોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃટીએપી-૧૦/ર૦૧૦/ ૭૭રપ૦૬-ખ, તા.૧-૧-ર૦૧૧ થી સાધનોની યુનિટ કોષ્‍ટમાં વધારો કરવામાં આવેલ છે.
 
વિકલાંગ સાધન સહાય યોજનામાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૦ર૦૧૪/૪૩૮/અ-૧, તા.૭-૮-ર૦૧૪ થી વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રુ.૪૭,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રુ.૬૮,૦૦૦/- કરવામાં આવેલ છે.
 
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃ અપગ/૧૦ર૦૧૬/૩૦૯૧૪૨/છ-૧, તા. ૨૧-૦૫-ર૦૧૬ થી વાર્ષિક આવક મર્યાદા દૂર કરવામાં આવેલ છે.