Top
ઉછેર / દતકની કાર્યવાહી
 
ગુજરાત રાજયમાં ૦ થી ૬ વર્ષની ઉંમરનાં અનાથ, નિરાધાર બાળકોને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરીયાતમંદ વાલીઓ કે જેમને પોતાના બાળકો નથી. તેવા દંપતિઓને આ અનાથ બાળકો ઉછેર/દતકમાં આપવામાં આવે છે. રાજયમાં કુલ-૯ સરકારી સંસ્થા અને ૧૦ સ્વૈચ્છિક સંસ્થાઓ આવા અનાથ બાળકોને દેશમાં તથા ૪ સ્વૈચ્છિક સંસ્થાઓને પરદેશમાં બાળકોને દત્તક આપવાની કામગીરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ છે. સમગ્ર દેશમાં નિયંત્રણ રાખવા માટે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટીની રચના ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી  "કારા" દ્વારા તથા નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા વખતોવખત આપવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ ઉછેર/દત્તકની કામગીરી હાથ ધરાય છે. બાળકને ઉછેરમાં લેવા ઈચ્છનાર અરજદાર દંપતિની આર્થિક,કૌટુંબિક, સામાજિક, વૈઘકિય, શૈક્ષણિક વગેરે તમામ પાસાઓની ચકાસણી કરી બાળકોનો યોગ્ય ઉછેર કરવા માટે અરજદાર દંપતિ યોગ્ય છે કે કેમ ? તે ઘ્યાને લઈ ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશથી બાળકોને ઉછેરમાં આપવામાં આવે છે. ત્યારબાદ હિન્દુ એડોપ્શન એકટ અથવા ગાર્ડીયન એન્ડ વોર્ડઝ એકટ અથવા જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦(સુધારો ૨૦૦૬) હેઠળ દત્તક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
સંસ્‍થા માથી મુકત થતા બાળકો માટે, પુનઃર્વસનની યોજના.
૧) સાધન સહાય
સંસ્‍થા માથી મુકત થતા બાળકોને સ્‍વરોજગાર મળી રહે તે માટે સાધન સહાય ની યોજના અમલમા છે. આ યોજનામા રૂા. ૧૦,૦૦૦ સુધીની કિંમત ની મર્યાદામા બાળકે મેળવેલ તાલીમને અનુરૂપ સાધન સ્‍વરૂપે સહાય આપવામા આવે છે
ર) અનાથ બાળકોના ઉચ્‍ચતર વધારાના શિક્ષણ માટે શિષ્‍ય વૃતિ (સ્‍કોલરશિપ્‍) ની યોજના
સંસ્‍થામા ઉછરતા અનાથ બાળકો કે જેઓ ઉચ્‍ચ શિક્ષણ પ્રતિ રૂચી દર્શાવતા હોય તેઓને પ્રોત્‍સાહન આપવા માટેની યોજના છે.એસ.એસ.સી અને તે પછીના ઉચ્‍ચતર શિક્ષણ માટેની અરજી સમાજ સુરક્ષા ખાતા દવારા ચકાસી મંજુર કરવામાં આવે છે.
૩) એચ.આઇ.વી પોઝીટીવ એઇડસ ના કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્‍યવૃતિ આપવાની યોજના
એચ.આઇ.વી. પોઝીટીવ એઇડસ ને કારણે અનાથ નિરાધાર થયેલ બાળકોને આશ્રય શિષ્‍યવૃતિ આપવા નવી બાબતની વહિવટી મંજુરી મળેલ છે. બાળક અથવા તેના માતાપિતા અથવા બંન્‍ને એચ.આઇ.વી પોઝીટીવ થી પિડાતા હોવાનુ સિવીલ હોસ્‍પીટલ કે , ગુજરાત એઇડસ કંટ્રોલ સોસાયટીનુ પ્રમાણ-પત્ર રજુ કરેથી સહાય મળવાની છે. બાળકે શાળાના આચાર્યશ્રીનુ તથા દર વર્ષે ઉતિર્ણ થવા હોવા અંગેનુ પ્રમાણ-પત્ર રજુ કરવાનુ રહેશે. (ઠરાવની નકલ સામેલ છે.)
 
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, જામનગરના દત્તક આપવા યોગ્ય બાળકોની વિગત માટે અહિં ક્લીક કરો ડાઉનલોડ ફાઈલન્યુ