Top
પશ્ચાદ્દવર્તી સેવાઓ
 
  •  બાળકોની પશ્ચાદ્દવર્તી સંભાળ માટે પણ કાળજી રાખવામાં આવે છે. જુવેનાઇલ હોમ્સ, સ્પે. હોમ તેમજ ફીટપર્સન સંસ્થાઓમાંથી મુદત પુરી થતાં નિરાધાર ધરવિહોણા, વધુ અભ્યાસ અને તાલીમ માટે આશ્રયની જરૂરીયાતવાળા છોકરા / છોકરીઓ માટે પશ્ચાદ્દવર્તી સેવા સંસ્થાઓ જેવી કે છોકરાઓ માટે પુરૂષ આશ્રયગૃહ, રાજકોટ, જિલ્લા આશ્રય ગૃહ, અમદાવાદ તથા આફટર કેર હોસ્ટેલ, વડોદરા, તેમજ બાળાઓ માટે નારી સંરક્ષણ કેન્દ્રો તેમજ નારી સંરક્ષણ ગૃહો એમ કુલ ૧૩ સરકારી સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે.
  • આ સંસ્થાઓમાં આશ્રય મેળવી રહેલ અંતેવાસીઓને ૨૧ વર્ષ સુધી રાખવાની જોગવાઇ છે પરંતુ પુનઃસ્થાપન માટે જો વધુ સમયની જરૂરીયાત જણાય તો કમિટીની ભલામણ અનુસાર નિયામક સમાજ સુરક્ષા સમય વધારો મંજૂર કરી શકે છે.