યોજનાનું નામ:(BCK-2B) અપગ્રેડેશન ઓફ મેરિટ ટુ એસ.સી સ્ટુડન્ટ
યોજના |
યોજના શરૂ થયાનું વર્ષ:૨૦૦૩-૦૪ |
યોજનાનો હેતુ : |
ધોરણ- ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ અને કોચિંગ વર્ગો દ્વારા તેમની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા તેમજ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ તાલીમ આપી તૈયાર કરવાનો હેતુ છે. |
પાત્રતાના માપદંડો: |
- વિદ્યાર્થી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- આદર્શ નિવાસી શાળામાં ધોરણ. ૯ થી ૧૨માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
|
સહાયનું ધોરણ : |
આદર્શ નિવાસી શાળાઓમાં પંસદગી પામેલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પાછળ વિદ્યાર્થી દીઠ રૂ.૨૫,૦૦૦/-નો ખર્ચ કરવામાં આવે છે. |
વિદ્યાર્થીદીઠ: |
ભોજન ખર્ચ – રૂ. ૯૦૦૦/- (માસિક રૂ.૯૦૦/- ૧૦ મહિના)
પોકેટ મની- રૂ. ૩૦૦૦/- (માસિક રૂ.૩૦૦/- ૧૦ મહિના)
સ્ટેશનરી ખર્ચ – રૂ. ૩૦૦૦/- (વાર્ષિક)
માનદ વેતન - રૂ.૧૦,૦૦૦/- (પ્રિન્સીપાલ/નિષ્ણાંતને) |