Top
શૈક્ષણિક


વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પુલ યોજના
 
"ટેલેન્ટ પુલનું નિર્માણ" ની યોજના અંતર્ગત ૫૦ મેઘાવી (મેરીટોરીયર્સ) વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે અને તેઓ પુરા આત્મવિશ્વાસથી ઉભા રહી શકે તેવા બનાવવાના મૂળ આશયથી “ટેલેન્ટ પુલનું નિર્માણ“ કરવાની યોજનાના અમલ માટે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦,૦૦૦/- ની સહાય સરકારશ્રીના તા. ૦૭/૦૮/૨૦૧૪ ની ઠરાવની જોગવાઇ ને આધિન મંજુર કરવામાં આવે છે.
શરતો
  • ધોરણ ૫/ ધોરણ ૧૦ માં પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી મેરીટમાં આવનાર ૫૦ વિદ્યાર્થીઓને ઉત્તમ આવાસીય સુવિધા અને શિક્ષણમાં નામાંકિત પસંદ થયેલી શાળામાં અનુક્રમે ધોરણ ૬ અને ધોરણ ૧૧ માં વાર્ષિક આવક રૂ ૨.૦૦ લાખ સુધી વિદ્યાર્થી દીઠ રૂ ૪૦,૦૦૦/- ની શૈક્ષણિક સહાય અને વાર્ષિક આવક રૂ ૨.૦૦ લાખ સુધી ૧૦૦% થી રૂ. ૩.૦૦ લાખ સુધી સહાયના ૫૦ ટકા મુજબ વિદ્યાર્થી દીઠ ની શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૭-૧૮ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
વિ.વિ. જાતિ ૪૦.૦૦ ૪૦.૦૦ ૪૦.૦૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
વિ.વિ. જાતિ ૪૦